એવુ તો શુ થયુ કે વિરાટ કોહલી અને એમ્પાયર લડી પડ્યા કારણ જોઈ તમે પણ હેરાન થઇ જશો.

By | April 6, 2022
Advertisement

IPL 2022 ની 13મી મેચમાં RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RCB ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

Advertisement

જાણો શુ થયુ હતુ મેચ દરમ્યાન મેદાન પર

મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ પ્રથમ બેટિંગ કરેલ . રાજસ્થાન ની ટીમની શરૂઆત ધીમી હતી. ત્યારે ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવ્યા અને ડેવિડ વિલીએ તેની વિકેટ લીધી ત્યાર બાદ જ્યારે મેચની 10મી ઓવરમાં જ્યારે હર્ષલ પટેલ ઓવર લઈ ને આવ્યો ત્યારે એક બોલ પર દેવદત્ત પદ્દિકલે લાંબો શોટ ફટકાર્યો હતો, જે બાઉન્ડ્રી પાસે વિરાટ કોહલીના હાથે કેચ થયો હતો. આ કેચ મુમકીન ના હતો , પરંતુ કોહલીએ તેને પકડીને પકડી લીધો હતો.

અમ્પાયરે શા કારણે બેટ્સમેનને પાછો બોલાવ્યો અને વિરાટ ગુસ્સે થયો.

મેચ ચાલુ હતી અને જ્યારે કેચ થયો ત્યારે અમ્પાયરે બેટ્સમેન દેવદત્ત પદ્દીકલને પાછા બોલાવ્યા. અમ્પાયરને લાગ્યું કે વિરાટ કોહલીને કેચ કરતી વખતે બોલ જમીન સાથે અડી ગયેલ છે. અમ્પાયર પણ નો બોલ ચેક કરવા માંગતા હતા. તેણે દેવદત્તને બાઉન્ડ્રી લાઈન પાસે ઉભો રાખ્યો. બાદમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન અને વિરાટ કોહલી પણ અમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ત્રીજા અમ્પાયરે કોહલીના કેચને સાચો માનીને બેટ્સમેનને આઉટ આપ્યો હતો. અમ્પાયરે બેટ્સમેનને પાછા બોલાવ્યા બાદ કોહલી ગુસ્સે થયો હતો અને તેની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

આ વિડિઓ જોવા જેવો :- નવરાત્રી ના દિવસે જન્મેલ આ છોકરી ને લોકો કહે છે મા દુર્ગા નુ રૂપ અચુક જોવો આ વિડિયો

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ટીમે 169 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 70 રન બનાવ્યા જેમાં 6 લાંબી સિક્સ સામેલ હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સંજુ સેમસન પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તેણે 8 બોલમાં 8 રન બનાવ્યા હતા. દેવદત્ત પદ્દિકલે 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરોમાં બેટિંગની મદદથી જ સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. આરસીબી ટીમ તરફથી ડેવિસ વિલી, વાનિન્દુ હસરંગા અને હર્ષલ પટેલે 1-1 વિકેટ લીધી હતી.

IPL Highlight જોવો અહિથી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *