
ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે.
ખેડૂતો ને જણાવવા નુ કે એક મહત્વ ની યોજના છે તાડપત્રી ખરીદી પર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા સામાન્ય જાતી માટે ખરીદી ના ૫૦% અથવા ખરીદી ના રૂ.૧૨૫૦ બન્ને માંથી ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ મળવા પાત્ર છે.
અને
અનુસુચિત જાતી માટે ખરીદી ના ૭૫% અથવા રૂ.૧૮૭૫ બન્ને માંથી જે ઓછુ હોય એ પ્રમાણે સબસિડી મળવા પાત્ર છે

તો ચાલો જાણીયે સપુર્ણ માહીતી કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો,કોને મળવા પાત્ર છે,કોને નહી મળવા પાત્ર, કયા કયા ડોક્યુમેંટ ની જરૂર પડશે આ તમામ માહિતિ મળશે.
આ યોજનના નો લાભ કોને મળશે ?
આ યોજના નો લાભ ગુજરાત ના તમામ ખેડુતો ને મળવા પાત્ર છે.
અ યોજના નો લાભ કોને નહિ મળે ?
આ યોજનાનો લાભ જે ખેડુત એ પહેલા લાભ લીધેલ હશે તેને અને એક રેશન કાર્ડ ઉપર એકજ વ્યાક્તી ફોર્મ ભરી શકશે જે ધ્યાન માં લેવુ.
યોજના નો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા કયા કયા કાગળો ની જરૂર પડશે ?
હા તો મીત્રો આ યોજના નો લાભ લેવા માટે નિચે પ્રમાણે ના ડોક્યુમેંટ ની જરૂર પડશે.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ (ફરજીયાત છે)
- રેશન કાર્ડ ની જેરોક્ષ (ફરજીયાત છે)
- બેંન્ક ની પાસબૂક અથવા કેંન્સલ ચેક( ફરજીયાત છે)
- વિકલાંગ સર્ટિફિકેટ (વિકલાંગ માટે)
- જમીન ના ઉતારા (૭ અને ૧૨)
- જાતી નો દાખલો
આ ડોક્યુમેંટ થી તમે ઓનલાઇન અરજી કરી શકશો.
ઓનલાઇન અરજી કરવા :- અહિ ક્લિક કરો
કઇ રીતે કરવી ?
ઓનલાઇન અરજી કરવા માટે i-Khedut Portal ગૂગલ માં સર્ચ કરો. અથવા
અહિ ક્લિક કરી ને સિધી અરજી કરવા માટે નુ પોર્ટલ ખોલો
અન્ય ખેડૂત સહાય યોજના નિચે થી જોવો :-
અરજી કર્યા પછી શુ ?
અરજી કર્યા બાદ તમે તેનો એક પ્રિંટ આઉટ લઇ ને તમારા ગામ નાગ્રામ સેવક ની મુલાકાત લઇ ને આ અરજી સાથે ઉપર જણાવ્યા પ્રમાણે ના સાધનીક કાગળો જોઇન કરી ને આપો ત્યાર પછી ગ્રામ સેવક તે અરજી ને ઇનવર્ડ લેશે ત્યાર બાદ આગળ ની કાર્યવાહી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે .
પછી સબસિડી કઇ રીતે મળશે?
અરજી ઇનવર્ડ કર્યા પછી તે ના સપુર્ણ સાધનીક કાગળો હેડ ઓફિસ મા ચેક કરવામાં આવશે અને બધુ ઠિક હશે તો અરજી એલીજેબલ કરવામાં આવશે ત્યાર બાદ તમને તેનો મંજુરી હુકમ આપવામાં આવશે. ત્યાર બાદ આપ તાડપત્રી ની ખરીદી કરી શકશો.
તાડપત્રી ક્યાથી ખરીદવુ ?
આ માટે સરકારશ્રી ના ધારા ધોરણો મુજબ અમુક એજંસીઓ નક્કિ કરેલ હોય છે જે ની જાણ આપ ને ગ્રામ સેવક કરેશે.
એજંસીઓ ની યાદી અહિથી જોવો – યાદી જોવો
તાડપત્રી ની ખરીદી કર્યા બાદ સબસીડિ કેટલા સમય મા બેંક મા જમા થશે?
તાડપત્રી ની ખરીદી બાદ તમે તાડપત્રી ખરીદી કરેલ છે તેના પ્રામાણીક બિલો રજુ કરવા પડશે જેમ કે તાડપત્રી નુ બિલ ગ્રામ સેવક ને આપશો ત્યાર પછી એક અઠવાડીયા મા સબસિડી જમા થઈ જશે.
ઓનલાઇન અરજી કરો અહિ થી.. Click Here
મિત્રો આવી જ માહિતિ માટે અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડવા અહિ ક્લિક કરો.
Pingback: ટાટા આઇ.પી.એલ ૨૦૨૨ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર – MAHITI GUJRAT KI
Pingback: Free Bus Pass Registration 2022 – MAHITI GUJRAT KI
Pingback: Driving Licence Gujrat | Parivahan Sewa | Ministry of Road Transport – MAHITI GUJRAT KI