રોટાવેટર ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨

By | March 4, 2022
Advertisement

ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે.

નવીજ યોજનાઓ જોઇયે તો એક મહત્વ ની યોજના છે રોટાવેટર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૩૪૦૦૦.૦૦ અથવા ખરીદી ના ૪૦% જે ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ આપવામાં આવે છે.

Advertisement

તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો,કોને મળવા પાત્ર છે,કોને નહી મળવા પાત્ર, કયા કયા ડોક્યુમેંટ ની જરૂર પડશે આ તમામ માહિતિ મળશે.

આ યોજનના નો લાભ કોને મળશે ?

આ યોજના નો લાભ ગુજરાત ના તમામ ખેડુતો ને મળવા પાત્ર છે.

અ યોજના નો લાભ કોને નહિ મળે ?

આ યોજનાનો લાભ જે ખેડૂત એ પહેલા લાભ લીધેલ હશે તેને અને એક રેશન કાર્ડ ઉપર એકજ વ્યાક્તી ફોર્મ ભરી શકશે જે ધ્યાન માં લેવુ.

યોજના નો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા કયા કયા કાગળો ની જરૂર પડશે ?

હા તો મીત્રો આ યોજના  નો લાભ લેવા માટે નિચે પ્રમાણે ના ડોક્યુમેંટ ની જરૂર પડશે.

  1. આધાર કાર્ડ ની ઝેરોક્ષ (ફરજીયાત છે)
  2. રેશન કાર્ડ ની જેરોક્ષ (ફરજીયાત છે)
  3. બેંન્ક ની પાસબૂક અથવા કેંન્સલ ચેક( ફરજીયાત છે)
  4. વિકલાંગ સર્ટિફિકેટ (વિકલાંગ માટે)
  5. જમીન ના ઉતારા (૭ અને ૧૨)
  6. જાતી નો દાખલો

આ ડોક્યુમેંટ થી તમે ઓનલાઇન અરજી કરી શકશો.

ઓનલાઇન અરજી કરવા :- અહિ ક્લિક કરો

રોટાવેટર ની અરજી કઇ રીતે કરવી ?

ઓનલાઇન અરજી કરવા માટે i-Khedut Portal ગૂગલ માં સર્ચ કરો. અથવા

અહિ ક્લિક કરી ને સિધી અરજી કરવા માટે નુ પોર્ટલ ખોલો

અન્ય ખેડૂત સહાય યોજના :-

ટ્રેક્ટર ખરીદી પર સહાય

પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના

અરજી કર્યા પછે શુ ?

અરજી કર્યા બાદ તમે તેનો એક પ્રિંટ આઉટ લઇ ને તમારા ગામ ના

ગ્રામ સેવક ની મુલાકાત લઇ ને આ અરજી સાથે ઉપર જણાવ્યા પ્રમાણે ના સાધનીક કાગળો જોઇન કરી ને આપો ત્યાર પછી ગ્રામ સેવક તે અરજી ને ઇનવર્ડ લેશે ત્યાર બાદ આગળ ની કાર્યવાહી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે .

પછી સબસિડી કઇ રીતે મળશે?

અરજી ઇનવર્ડ કર્યા પછી તે ના સપુર્ણ સાધનીક કાગળો હેડ ઓફિસ મા ચેક કરવામાં આવશે અને બધુ ઠિક હશે તો અરજી એલીજેબલ કરવામાં આવશે ત્યાર બાદ તમને તેનો મંજુરી હુકમ આપવામાં આવશે. ત્યાર બાદ આપ રોટાવેટર ની ખરીદી કરી શકશો.

રોટાવેટર ક્યાથી ખરીદવુ ?

આ માટે સરકારશ્રી ના ધારા ધોરણો મુજબ અમુક એજંસીઓ નક્કિ કરેલ હોય છે જે ની જાણ આપ ને ગ્રામ સેવક કરેશે.

રોટાવેટર ની ખરીદી કર્યા બાદ સબસીડિ કેટલા સમય મા બેંક મા જમા થશે?

રોટાવેટર ની ખરીદી બાદ તમે રોટાવેટર ખરીદી કરેલ છે તેના પ્રામાણીક સાધનીક કાગળો રજુ કરવા પડશે જેમ કે રોટાવેટર ની ચોપડી ત્યાર બાદ ગ્રામ સેવક નો સંપર્ક કરવાનો રહેશે. 

કોઇ પ્રશ્ન હોય તો અહિ :- ક્લિક કરો

એજંસી ઓ ની યાદિ અહિ થી જોવો :- યાદી જોવો

Advertisement

3 thoughts on “રોટાવેટર ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨

  1. Pingback:  ટ્રેક્ટર ની ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨ – MAHITI GUJRAT KI

  2. Pingback: પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના ૨૦૨૨ – MAHITI GUJRAT KI

  3. Pingback: તાડપત્રી ખરીદી પર સહાય યોજના ૨૦૨૨ – MAHITI GUJRAT KI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *