
નમસ્કાર મિત્રો આજકાલ શરીર ના રોગો માં વધારો જોવા મળે છે તેમાંથી એક રોગ જેવો પ્રોબ્લમ છે નસો બ્લોક થવી તેનુ મુખ્ય કારણ છે પોતાના શરીર માં જામેલ ગંદકી છે આપણા શરીરમાં નસો દ્વારા લોહી ની અવળ જવળ હોય છે અને તે શ્વાસો શ્વાસ માં પણ સારી રિતે કામ કરે છે. આપડા શરીર ની નસોની અંદર નો ભાગ ચિકણો જોવા મળે છે જેથી લોહી ને અવળ જવળ માં સરળતા રહે.

જ્યારે પણ નસો ની અંદર ની દિવાલ પર પ્લેક જામી જાય છે ત્યારે નસો બ્લોક થવાની શક્યતાઓ વધી જાય છે અને તેના લીધે લોહી ને અવળ જવળ ની પ્રકિયામાં ઘટાડો જોવા મળે છે. લોહી તેની અવળ જવળ ની પ્રક્રિયામાં ઘટાડો થવાથી તે ભાગ માં દુખાવો જોવા મળે છે, તે ભાગ મા ખાલડી ચડી જાય છે એવુ કહેવામાં આવે છે. જેના કારાણે જો નસ રદયને લગતી હોય તો તો હાર્ટ અટેક પણ આવી શકે છે તદઉપરાંત વ્યાક્તિનુ મોત પણ થઈ શકે છે.
નસમાં પ્લેક શુ કારણે જામી જાય છે.
મે ઘણા ડોક્ટર ની સલાહ લીધી અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે તેનુ કારણ છે કે ડ્રિંક, સ્મોકીંગ, ડાયાબિટિશ,હાઇબ્લ્ડ પ્રેશર, વજન માં વધારો અને તણાવ વગેરે જેવા કારણો દર્શાવ્યા છે.
નસ માં પ્લેક જામી જાય તો શુ થાય ?
પ્લેક જામવાથી તમને હાર્ટ એટેક આવી શકે છે, મગજ ની નસો મા લોહી ના મળી રહે તો નસ બ્લોક થાય જેનાથી મગજ ને લગતી બિમારીઓ થઈ શકે છે. આ પ્રમાણે વિવિધ પ્રકારની બિમારીઓ નસ બ્લોક થવાથી થઈ શકે છે.
તમને ખબર કઈ રીતે પડે કે પ્લેક જામ થયો છે અને નસો બ્લોક થવાની શક્યતા ઓ છે?
તો મિત્રો તમને જણાવી દઈએ કે નસો બ્લોક થવાના લક્ષણ માં છાતીમાં દુખાવો રહેવો, શ્વાસો શ્વાસ માં તકલિફ રહેવી, માનસીક નબળાઇ રહેવી, મનમાં ગભરાહટ રહેવી, ચક્કર આવવા, આ લક્ષણો જો અચાનક દેખાવા લાગે તો સમજી લેવુ કે શરીર ની નસો માં કઈક તો પ્રોબ્લમ છે.
શુ આ નો કોઇ ઉપાય નહી જેથી નસો બ્લોક થયેલ હોય તે ખુલી જાય?
તો હા ઉપાય છે ગણા પ્રકાર ના ઉપયો અમે તમને અહિ બતાવીશુ,
ઉપાયો. ૧. સારા ડોક્ટરની સલાહ લો
૨. ખાંડ (શુગર) નુ નુ પ્રમાણ ઓછુ કરો
૩. તમારા શરીર નુ ફેટ+વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરો.
૪.નિયમિત કસરત કરો જેથી શરીર પર નુ ફેટ ઓછુ થાય.
૫.ડ્રિંક કે શ્મોકિંગ કરવાનુ ટાળો.
૬.લિલા શાકભાજી ખાવાનુ ચાલુ કરો.
૭.તણાવ થી બચવાનો પ્રયાસ કરો.
૮.બ્લડ શુગર લેવલને કંટોલમાં રાખવાનો પ્રયાસ કરો. આ ઉપયો થી તમે નસ બ્લોક ના શિકાર થતા અટકી શકો છો.
હવે જાણી એ બ્લોક થયેલ નસો ને ખોલવાના ઘરેલુ ઉપચાર.
૧. લસણ: લસણ એ આપડા રોજિંદા જિવન નુ એક અમુલ્ય વસ્તુ છે જે તમે દરેક રસોઇ કરતી વખતે વપરાય જ છે. આયુર્વેદ માં પણ જણાવવામાં આવ્યુ છે કે લસણ એ તે હ્રદય માટે અમુલ્ય છે તે નસોમાં પટ્ટિકામાં ફાયદા કારક છે તેમજ રક્ત વાહિકાના અવરોધ ને પણ રોકે છે. તથા લસણ એ રક્તચાપ ને ઓછુ કરે છે
૨.દાડમ : જ્યારે તમે સલાડ,સ્મુદી,અને શેક બનાવો ત્યારે દાડમ નો ઉપયોગ અવશ્ય કરો. આ ફળમાં અનેક પ્રકાર ના ઓક્સિડેંટ જોવા મળેલ છે તે પ્લેક ને થતા અટકાવ છે. અને હ્રદય ના રોગો ને થતુ અટકાવે છે.
૩. બદામ : બદામની અંદર અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળેલ છે તે મગજની શક્તી ને તેજ કરે છે, તેનાથી ડાયાબીટીશ ની તકલીફો માં ઘટાડૉ લાવે છે. જો તમે દરરોજ બદામ ખાવાનુ ચાલુ રાખશો તો તમારા શરીર નુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થઇ જશે.
વગેરે પ્રકાર નુ સેવન કરવાથી પ્રોબ્લમ દુર થતા હોય છે.
નોધ :- મિત્રો આ બધી જાણકારી અમને ઇન્ટરનેટ દ્વારા જાણવા મળેલ છે જેથી આ ઉપાયો કરતા પહેલા કોઇ જાણકાર ની સલાહ લેવી જરૂરી છે અ વસ્તુ થી કોઇ આડ અસર થવાની શક્યતા તો એક ટકો છે પરંતુ આ માહિતિ નો ઉપયોગ કરતા પહેલા તમે ડૉક્ટર ની સલાહ અવશ્ય લો.
આવી વિવિધ જાણકારી માટે અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા વિનંતી.
Pingback: શુ તમે જાણો છો કે થાઈરોઈડ થવા પાછળ આ કારણો છે જવાબદાર, આટલું કરશો તો મટી જશે થાઈરોઈડ.