પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના ૨૦૨૨

By | March 4, 2022
Advertisement

ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે.

આજે નવી એક યોજના જોઇયે તો એક મહત્વ ની યોજના છે પાવર થ્રેશર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૨૫૦૦૦.૦૦ અથવા ખરીદી ના ૪૦% જે ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ આપવામાં આવે છે.

Advertisement

તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો,કોને મળવા પાત્ર છે,કોને નહી મળવા પાત્ર, કયા કયા ડોક્યુમેંટ ની જરૂર પડશે આ તમામ માહિતિ મળશે.

આ યોજનના નો લાભ કોને મળશે ?

આ યોજના નો લાભ ગુજરાત ના તમામ ખેડુતો ને મળવા પાત્ર છે.

અ યોજના નો લાભ કોને નહિ મળે ?

આ યોજનાનો લાભ જે ખેડૂત એ પહેલા લાભ લીધેલ હશે તેને અને એક રેશન કાર્ડ ઉપર એકજ વ્યાક્તી ફોર્મ ભરી શકશે જે ધ્યાન માં લેવુ.

યોજના નો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા કયા કયા કાગળો ની જરૂર પડશે ?

હા તો મીત્રો આ યોજના  નો લાભ લેવા માટે નિચે પ્રમાણે ના ડોક્યુમેંટ ની જરૂર પડશે.

  1. આધાર કાર્ડ ની ઝેરોક્ષ (ફરજીયાત છે)
  2. રેશન કાર્ડ ની જેરોક્ષ (ફરજીયાત છે)
  3. બેંન્ક ની પાસબૂક અથવા કેંન્સલ ચેક( ફરજીયાત છે)
  4. વિકલાંગ સર્ટિફિકેટ (વિકલાંગ માટે)
  5. જમીન ના ઉતારા (૭ અને ૧૨)
  6. જાતી નો દાખલો
  7. ટ્રેક્ટર છે તેના પુરાવા  

આ ડોક્યુમેંટ થી તમે ઓનલાઇન અરજી કરી શકશો.

ઓનલાઇન અરજી કરવા :- અહિ ક્લિક કરો

અરજી કઇ રીતે કરવી ?

ઓનલાઇન અરજી કરવા માટે i-Khedut Portal ગૂગલ માં સર્ચ કરો. અથવા

અહિ ક્લિક કરી ને સિધી અરજી કરવા માટે નુ પોર્ટલ ખોલો

અન્ય ખેડૂત સહાય યોજના :-

ટ્રેક્ટર ખરીદી પર સહાય

રોટાવેટર ખરીદી પર સહાય યોજના

અરજી કર્યા પછી શુ ?

અરજી કર્યા બાદ તમે તેનો એક પ્રિંટ આઉટ લઇ ને તમારા ગામ ના ગ્રામ સેવક ની મુલાકાત લઇ ને આ અરજી સાથે ઉપર જણાવ્યા પ્રમાણે ના સાધનીક કાગળો જોઇન કરી ને આપો ત્યાર પછી ગ્રામ સેવક તે અરજી ને ઇનવર્ડ લેશે ત્યાર બાદ આગળ ની કાર્યવાહી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે .

પછી સબસિડી કઇ રીતે મળશે?

અરજી ઇનવર્ડ કર્યા પછી તે ના સપુર્ણ સાધનીક કાગળો હેડ ઓફિસ મા ચેક કરવામાં આવશે અને બધુ ઠિક હશે તો અરજી એલીજેબલ કરવામાં આવશે ત્યાર બાદ તમને તેનો મંજુરી હુકમ આપવામાં આવશે. ત્યાર બાદ આપ પાવર થ્રેશર  ની ખરીદી કરી શકશો.

પાવર થ્રેશર  ક્યાથી ખરીદવુ ?

આ માટે સરકારશ્રી ના ધારા ધોરણો મુજબ અમુક એજંસીઓ નક્કિ કરેલ હોય છે જે ની જાણ આપ ને ગ્રામ સેવક કરેશે.

એજન્સી ઓ ની યાદિ જોવો અહિ થી :- યાદી જોવો

પાવર થ્રેશર  ની ખરીદી કર્યા બાદ સબસીડિ કેટલા સમય મા બેંક મા જમા થશે?

પાવર થ્રેશર  ની ખરીદી બાદ તમે પાવર થ્રેશર  ખરીદી કરેલ છે તેના પ્રામાણીક જરૂરી ડોક્યુમેંટ રજુ કરવા પડશે જેમ કે પાવર થ્રેશર  ની ચોપડી ત્યાર બાદ ગ્રામ સેવક નો સંપર્ક કરવાનો રહેશે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૨૧/૦૩/૨૦૨૨ છે

આ યોજના વીશે પ્રશ્ન કરો અહિ થી :- પ્રશ્ન કરો

Advertisement