
PGVCL Recruitment 2022: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL) માં ભરતી બહાર પડી છે. જુદી જુદી જગ્યાઓમાં કુલ 87 જગ્યા માટે PGVCL ની ભરતી માટે જાહેરાત આવેલ છે. નોકરી માટેનું નોટિફીકેશન PGVCL (ઓફિસલ) ની સાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. ઉમેદવારો આ નોકરી માટે નોટિફીકેશન અને શૈક્ષણિક લાયકાત જોઇને અહીંયા આપવામાં આવેલી લિંકના દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6-4-2022 છે.
વિવિધ જિલ્લામાં વિજળી કાપ ની માહિતિ જોવો અહિથી

PGVCL Recruitment ખાલી જગ્યાઓ : આ ભરતીમાં કુલ 87 જગ્યા છે. જેમાં વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની 57, ડે.સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટન્ટ્સની (ફક્ત S.T કેટેગરી માટે ) માટે 27, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની 03 (ફક્ત SEBC) કેટેગરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આમ ઉપરોક્ત બે નોકરીઓ ફક્ત અનામત ધરાવતી કેટેગરી માટે છે બાકીને જુનિયર આસિસ્ટન્ટની ભરતી તમામ કેટેગરીના ઉમેદવારો માટે છે.
જિલ્લા વાઇઝ વિજળી કાપની માહિતિ નિચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત
વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ) આ 57 જગ્યા માટે ઉમેદવારો એ બીએ.બીકોમ. બીએસસી. બીસીએ અથવા અન્ય કોઈ પણ સ્નાતક કોર્સ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અંતિમ વર્ષના ઓછામાં ઓછા 55 ટકા સાથે કરેલો હોવો જોઈએ.
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST) આ 27 જગ્યાની ભરતી માટે એસટી ઉમેદવારોએ સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમમાંથી કોઈ એક વિષય સાથે ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કર્યુ હોવું અનિવાર્ય છે.
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) : આ ભરતી માટે કુલ 03 એસઈબીસીની જગ્યા છે. જેના માટે ઉમેદવારોએ બીઈ-ઈલેક્ટ્રિકલ, બી.ટેક ઈલેક્ટ્રિકલ સાતમાં અને આઠમાં સેમેસ્ટરમાં 55 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હોવું જરૂરી છે.
પરીક્ષા કઈ રીતે લેવાશે?
આ નોકરી માટે ત્રણેય પોસ્ટની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. નોકરી માટે જુદા જુદા વિષયો સાથેની પરીક્ષા લેવાશે જેની માહિતી નોટિફીકેશનમાં આપવામાં આવી છે. ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવું અને તેના આધારે તૈયારી કરવી.
કુલ જગ્યાઓ | 87 |
શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએટ/બીઈ/સીએ/આઈસીડબલ્યુએ/ એમ.કોમ |
પસંદગી પ્રક્રિયા | પરીક્ષા દ્વારા પસંદગી થશે. |
અરજી ફી | 250/500 રૂપિયા તમામ પોસ્ટ પ્રમાણે |
અરજી કરવાની અંતિમ તારીખ | 6-4-2022 |
વિદ્યુત સહાયત (જુનિયર આસિસ્ટન્ટ)ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ (ST)ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) ની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
પગાર ધોરણ :-
વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની પોસ્ટ માટે 5 વર્ષના ફિક્સ પગારથી નોકરી શરૂ થશે જેમાં પહેલાં વર્ષે 17,500, બીજા વર્ષે 19,000, ત્રીજીથી પાંચમાં વર્ષ 20,500 પગાર મળશે. ત્યારબાદ ઉમેદવારોને 25,000થી 55,800 સુધીના સ્કેલમાં પગાર મળશે.
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની પોસ્ટ માટે પગરાની શરૂઆત 37,500થી થશે અને તે સરકારી નિયમ મુજબ 81,100 રૂપિયાના ગ્રેડ સુધી મળી શકશે.
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટ માટે પહેલા વર્ષે 37,000 અને ત્યારબાદ બીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી 39,000 પગાર મળશે.
અરજી ફી
વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) માટે સામાન્ય SEBC અને EWS ઉમેદવારો માટે 500 રૂપિયા અને S.T, S.C, PWD ઉમેદવારો માટે 250 રૂપિયા
ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સની ભરતીના ઉમેદવારો માટે 250 રૂપિયા,
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર)ની પોસ્ટ માટે 500 રૂપિયા જેમાં PWD ઉમેદવારો માટે 250 રૂપિયા રિફન્ડેબલ છે.
વધુ માહિતિ માટે ઓફિસલ સાઇટ :- ઓફિસલ સાઇટ
Digital Gujrat Home page :- Home Page