
Indian Army Recruitment 2022: ભારતીય સેનામાં 40 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી (Indian Army Recruitment) ની જાહેરાત કરેલ છે. આ ખાલી જગ્યાઓ 136મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (ટીજીસી-136) માટે છે. તેમાં અપરિણીત છોકરા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ અરજી કરી શકે છે.
હાલમાં ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ https://joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરી શક્શો જે અરજી કરવાની છેલ્લી(last date) તારીખ 9 જૂન બપોરે 3 વાગ્યા સુધીની છે.
Indian Army Recruitment 2022 | Digital Gujarat Info
કુલ જગ્યાઓ 👇 નિચે મુજબ છે
કુલ જગ્યાઓ : ૪૦
સિવિલ: 9
કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ/ કમ્પ્યુટર ટેકનોલોજી/ એમ એસસી કમ્પ્યુટર સાયન્સ: 8
ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ: 3
ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 3
આર્કિટેક્ચર: 1
મેકેનિકલ: 6
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન્સ: 1
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન: 3
ઇલેક્ટ્રોનિક્સ: 1
એરોનોટિકલ/ એરોસ્પેસ: 1
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશન: 1
પ્રોડક્શન: 1
ઇન્ડસ્ટ્રિયલ/પ્રોડક્શન/ઇન્ડસ્ટ્રિયલ એન્જિ અને એમજીટી: 1
ઓટોમોબાઈલ એન્જિ: 1
નોધ : અહી ફક્ત ઇજનેરી અને સમકક્ષ પ્રવાહોના જ ઉમેદવારો અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત નિચે મુજબ છે.
જરૂરી એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ પાસ કરનાર ઉમેદવારો અથવા એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં હોય તેવા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર છે.
વયમર્યાદા
02 જાન્યુઆરી, 1996 થી 01 જાન્યુઆરી, 2003ની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે. (બંને તારીખો સમાવિષ્ટ છે)
અરજી કરવાની રિત નિચે મુજબ છે.
- ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જાવ.
- હવે Officer Entry Apply/Login પર ક્લિક કરો અને પછી Registration પર ક્લિક કરો (જો www.joinindianarmy.nic.in પર પહેલેથી જ રજિસ્ટર્ડ હોય તો રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી).
- નોટિફિકેશનને ધ્યાનથી વાંચ્યા પછી ઓનલાઇન નોંધણી ફોર્મ ભરો.
- રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ડેશબોર્ડ હેઠળ Apply Online પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓફિસર્સ સિલેક્શન Eligibility નું પેજ ખુલશે.
- હવે ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ સામે બતાવેલ Apply પર ક્લિક કરો.
- જ્યાં એપ્લિકેશન ફોર્મ ખુલશે.
- સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને વિવિધ સેગમેન્ટ્સ હેઠળ જરૂરી વિગતો ભરવા માટે Continue પર ક્લિક કરો.
- હવે આગળના સેગમેન્ટમાં જાઓ તે પહેલાં દરેક વખતે Save & Continue કરો.
- છેલ્લા સેગમેન્ટમાં વિગતો ભર્યા પછી Summary of your information પર જશો, જેમાં તમે પહેલેથી જ કરેલી એન્ટ્રીઓને ચકાસી અને સંપાદિત કરી શકો છો.
- તમારી વિગતો સાચી હોવાની ખાતરી કર્યા પછી જ Submit પર ક્લિક કરો.
- ઉમેદવારોએ જ્યારે પણ કોઈ પણ વિગતો સુધારવા કરવા માટે એપ્લિકેશન ખોલે, ત્યારે દરેક વખતે Submit પર ક્લિક કરવું આવશ્યક છે.
- ઉમેદવારોએ છેલ્લા દિવસે ઓનલાઇન અરજી ક્લોઝ થયાના 30 મિનિટ પછી રોલ નંબર ધરાવતી તેમની અરજીની બે નકલો બહાર કાઢવાની રહેશે.
વધુ જાણકારી માટે અહિ ક્લિક કરો : વધુ જાણો
9 જૂન 2022 બપોરે 3 વાગ્યા સુધી
Source : Click Here
Online Direct Application | Click Here |
Offical Indian Army Site | Click Here |
Check Notification | Click Here |
Digital Gujrat HomePage | Click Here |