
હેલ્લો મિત્રો,,
IKHEDUT PORTAL માં આજે તમને જણાવીએ કે તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ પશુપાલન ખાતાની વિવિધ પ્રકારની અરજીઓ ઓનલાઇન ચાલુ થવાની છે ikhedut.gujarat.gov.in

Ikhedut Portal પશુપાલન યોજનાઓ વર્ષ ૨૦૨૨-૨૩ । અરજી કરો અહિથી
જેમાં પશુપાલન ખાતાની નિચે મુજબ ની વિવિધ અરજીઓ પર સબસિડી મળવા પાત્ર છે.
ઉપર મુજબની તમામ અરજીઓ આપ તરફથી કરી શકાશે.
જેમા તમામ પ્રકારની સહાય વિશે જાણ કરવામાં આવેલ છે.
આ સહાય કોને કોને મળવા પાત્ર છે ?
આ સહાય તમામ ગુજરાતના નાગરીક ને મળવા પાત્ર છે પરંતુ સરકારશ્રી ના ધારા-ધોરણ મુજબ યોજના નુ પાલન કરેલ હશે તોજ મળવા પાત્ર છે બાકી આ સહાય મળશે નહી.
અરજી કઈ રીતે કરવી અને ક્યા આપવી?
તો દરેક ખેડૂત મિત્રો ને જણાવવાનુ કે આ અરજી તમે ઓનલાઇન જાતે કરી શકો છો. અને અરજી કર્યા પછી આપ શ્રી એ આ અરજી તમારા નજીક ના પશુદવખાના ખાતે જમા કરવી શકો છો.
અરજી કરવા જરૂરી કાગળો કયા કયા છે?
આ અરજી કરવા માટે જરૂરી કાગળો માં જોઇએ તો
1.આધારકાર્ડ ની કોપી(બેન્ક એકાઉંટ સાથે લિંક ફરજીયાત છે)
2.રેશનકાર્ડ ની કોપી
3.બેંક ની ચોપડી ની કોપી
4.૭/૧૨ ઉતારા (લાગુ પડતુ હોય તો)
5.જાતિ પ્રમાણપત્ર( માત્ર S.C,ST કેટેગરી માટે)
6.દિવ્યાંગ સર્ટિકિફેટ (લાગુ પડતુ હોય તોજ)
7.આ તમામ ડોક્યુમેંટ દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકશો.
તો મિત્રો આ વાત થઇ કાગળો ની હવે જાણીએ કે ઓનલાઇન અરજી ક્યાથી કરવી ?
તો મિત્રો જણાવી દઈયે કે ગુજરાત સરકારા શ્રી એ એક પોર્ટલ બહાર પાડેલ છે જેનુ નામ છે
આઇ ખેડૂત પોર્ટલ આ પોર્ટલ દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
આવો જાણીએ ઓનલાઇન ફોર્મ ભરવાના સ્ટેપ:
- પહેલા તો આઇ.ખેડૂત.પોર્ટલ ની સાઈટ ખોલો..
- ત્યાર બાદ યોજનાઓ પર ક્લિક કરો અને પછી પશુપાલન યોજનાઓ પસંદ કરો.
- ત્યાર બાદ તમારા મોબાઇલ કે કોમ્પુટર ની સ્ક્રિન પર પશુપાલન ની તમામ યોજનાઓ જોવા મળશે.
- ત્યાર બાદ તમરે જે યોજનાનો લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને પુછવામાં આવશે કે તમે ખેડુત નોધણી ધરાવો છો કે નહી. જો તમે ખેડૂત નોધણી ધરાવતા હોવ તો હા કરો અથવા ના કરો.
- ત્યાર બાદ તમારી સામે એક ફોર્મ તમારા મોબાઇલ કે કોમ્પુટર ની સ્ક્રીન પર જોવા મળશે.
- તે ફોર્મ મા પ્રથન તમારી અટક,પછી નામ અને પછી તમારા પિતાનુ નામ દર્શાવો.
- ત્યાર બાદ જિલ્લો પસંદ કરો પછી તાલુકો અને પછી જોવો સાઈડ માં તમારા ગામ ની યાદી હશે તેમાથી તમારા ગામની પસંદ કરો અને આગળ વધો.
- ત્યાર બાદ તમને આધારકાર્ડ નંબર નાખો (આધારકાર્ડ નંબર વગર ફોર્મ ભરી શકાશે નહી).
- દુધ મંડળી ની માહિતિ (જો યોજનામાં લાગુ પડતી હોય તો)
- ત્યાર બાદ બેન્ક ની માહિતિ ભરો.(તમામ યોજનાઓ માટે જરૂરી છે.)
- ત્યાર બાદ નિચે છેલ્લે તમારા રેશનકાર્ડ નો નંબર નાખશો ત્યારે તમારુ નામ જોવો જે નામ થી તમે અરજી કરો છો. તે સિલેક્ટ કરો.
- ત્યાર બાદ અરજી સબમિટ કરો.
- અરજી સબમિટ કર્યા પછી તમારા મોબાઇલ માં એક મેસેજ આવશે જે સેવ રાખવો તે તમારી અરજી નંબર હોય છે.
- આ પછી તમારે તમારી અરજી ચેક કરી ને ફાઇનલ કન્ફર્મ કરવાની રહેશે. તે પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
- ફાઇનલ કન્ફર્મ કર્યા બાદ તમે તમારી અરજી નો પ્રિંટ આઉટ લઈ શકો છો અને તે અરજી ની સાથે તમે યોગ્ય ઉપર મુજબ જરૂરી પુરાવા રજુ કરી ને આ અરજી તમારા નજીક ના પશુદવાખાને રૂબરુમાં મોકલી આપવાની રહેશે.
તો મિત્રો આ હતી અરજી કરવાની પ્રોસેસ.
હવે જાણીએ કે શુ આ ફોર્મ ભર્યા પછી તમને લાભ મળે તે ફરજીયાત છે?
તો મિત્રો જણાવી દઈએ કે અરજી કર્યા બાદ તમને સહાય મળવી એ ફરજીયાત નહી પરંતુ શાખાઓ દ્વારા આ અરજીઓનો ડ્રો થાય છે જે માં તમારુ નામ હશે તોજ તમને લાભ અને સહાય મળવાપાત્ર છે. તો મિત્રો જો તમને જ્યાં સુધી શાખા દ્વારા જણાવવમાં ના આવે ત્યા સુધી તમે પશુપાલન માં કરેલ અરજી પ્રમાણે જો શાખા દ્વારા કહેવામાં ના આવે ત્યા સુધી કોઇ સાધન કે સાધનકે વસ્તુ ખરીદી કરવી નહી. જો આપ શાખા દ્વારા કહ્યા પેલા સાધન કે વસ્તુ ખરીદી કરશો તો તમને સહાય નો લાભ ના મળે તો તેના જવાબદાર આપશ્રી અરજી કરનાર પોતે રહે છે.
તો જ્યાં સુધી તમને શાખા દ્વારા તમારી અરજી પ્રમાણે ના સાધન કે વસ્તુ ખરીદી કરવા જણાવવમાં ના આવે ત્યા સુધી વસ્તુ ખરીદી કરવી નહી.
હવે જાણો કે સબસિડી કે સહાય કઈ રિતે મળશે?
તો મિત્રો જણાવી દઇએ કે તમારા દ્વારા થયેલ અરજી જો ડ્રો માં મજુર થયેલ હોય અને તમને શાખા દ્વારા સાધન વસ્તુ ખરીદી કરવાનુ કહેવામાં આવે ત્યાર બાદ આપ શ્રી એ તે સાધન કે વસ્તુ ખરીદી કરવાની રહેશે ત્યાર બાદ તમારે તે વસ્તુ કે સાધાન નુ બિલ શાખામાં આપવાનુ રહેશે અને તેના પછી સમય મર્યાદામાં તમને તમારી સબસિડિ સહાય રૂપે તમારા ખાતા મા જમા થઈ જશે.
તો મિત્રો આ માહિતિ તમને ગમી હોય તો આગળ તમમ ખેડૂત અને પશુપાલક મિત્રો ને શેર કરવાનુ ભુલતા નહી.