ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 57 અધિકારીઓની કરાઇ બદલી। જાણો તમારા જિલ્લા ના SP સાહેબ અને DySp સાહેબ.

By | April 2, 2022
Advertisement

રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી પોલીસ વિભાગમાં બદલી અને પ્રમોશન રાહ જોતા હતા . જેને લઇને રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ગૃહ વિભાગે જાહેરાત કરતા કુલ 57 મોટા અધિકારીઓની બદલી કરી છે. આ ઉપરાંત 20 અધિકારીઓને Dy SP માંથી SP તરીકે નિમણૂક આપવામાં આવ્યું છે.

Advertisement

મા.ની મુખ્ય મંત્રી શ્રી ભુપેંદ્રસિંહ પટેલ ની સરકારમાં આ પહેલીવાર જોવા મળ્યુ છે કે અધિકારીઓની બદલી અને પ્રમોશન ની જાહેરાત એક સાથે કરવામાં આવી છે. આ પહેલા વિધાનસભાનું સત્ર અને કોરોનાકાળના કારણે બદલી અને બઢતીઓ અટકી ગઇ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના કેસ પણ ઓછા થઇ ગયા છે. જેથી 77 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન અંગે જાણ કરવામાં આવી છે.

નિચે મુજબ ના 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી

• સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારાથી પોલીસ એકેડમી બદલી
• ઉષા રાડાની સુરત ગ્રામ્યથી સુરત શહેર DCP બન્યા
• અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બન્યા
• જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા
• દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી
• બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી
• નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી
• IPS વિધિ ચૌધરીની ગાંધીનગર બદલી કરાઈ
• આર. વી ચુડાસમાની ભરુચ એસપીથી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
• આર ટી સુશરાની ગાધીનગરથી ડીસીપી સુરત તરીક બદલી
• સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપીથી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી
• વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી
• લીના પાટીલ પંચમહાલના એસપીથી ભરુચ એસપી તરીક બદલી
• હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી
• રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી
• અચલ ત્યાગી મહેસાણાના એસપી બન્યા
• શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ.
• નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ.
• દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી
• મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં બદલી.
• સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી
• તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
• બલરામ મીણાની રાજકોટ રુરલ એપીથી દાહોદ એસપી તરીકે બદલી
• કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી

આ સાથે જ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી અપાઈ છે જેમાં

  • અમિતા કેતન વાનાણી,
  • રાજદીપસિંહ નકુમ,
  • ભરતકુમાર બી. રાઠોડ,
  • પ્રફુલ વાણિયા,
  • રાજેશકુમાર ટી. પરમાર,
  • કલ્પેશકુમાર એમ. ચાવડા,
  • હરેશકુમાર ડી. મેવાડા,
  • જુલી સી. કોઠિયા,
  • તેજલ સી. પટેલ,
  • કોમલબેન,
  • શૈલેષકુમાર વ્યાસ,
  • મંજીતા કે. વણઝારા,
  • અર્પિતા ચિંતન પટેલ,
  • રૂપલબેન નિકુંજકુમાર સોલંકી,
  • ભારતી જે. પંડ્યા,
  • શ્રૃતિ એસ. મહેતા,
  • નીતાબેન હરગોવિંદભાઈ દેસાઇ,
  • શ્રેયા જે. પરમાર,
  • ડો. કાનન એમ. દેસાઇ,
  • જ્યોતિ પી. પટેલ,
  • ભક્તિ કેતન ઠાકર

    ઉપર મુજબ ના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ 20 પોલીસ અધિકારીઓમાંથી 13 મહિલા પોલીસ અધિકારીઓને બઢતી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા 77 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવાની જાહેરાત કરવામાં આવી છે. વળી ચૂંટણીને વહેલા થઇ શકે તે વાતને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.

નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે બદલી કરવામાં આવી છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રેમસુખ ડેલને ત્યાં મુકવામાં આવ્યા છે. બદલાયેલા એસપીને ગૃહ રાજ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે. સાથે જ કહેવામાં આવ્યું છે, જમીનને લગતા કેસમાં ગેરરીતિ જણાશે તો તાત્કાલિક બદલી કરવામાં આવશે. કેટલાક અધિકારીઓની જ્ઞાતિ આધારિત બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષના પીરિયડને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે.

સોર્સ :- digitalgujaratgov.com

Advertisement

One thought on “ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 57 અધિકારીઓની કરાઇ બદલી। જાણો તમારા જિલ્લા ના SP સાહેબ અને DySp સાહેબ.

  1. Pingback: તમારા એ.પી.એલ રેશન કાર્ડ ને બી.પી.એલ રેશન કાર્ડ માં ફેરવો આ રીતે અને તમામ સરકારી યોજનાઓ નો લાભ લઈ શક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *