
Railway Recruitment : ભારતીય રેલ્વેમાં નોકરી (Jobs in Indian Railway) કરવાની ઈચ્છા ધરાવતા અને ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો ને ભારતીય રેલ્વે માં નોકરી ની ઉત્તમ તક. ઈસ્ટર્ન રેલ્વેએ વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી (Eastern Railway Apprentice Recruitment) નોટિફીકેશન બહાર પાડીને પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ rrcer.com પર આ પોસ્ટ અંગે વધુ વિગતો જાણી અને અરજી (Apply Online) કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 11 એપ્રિલ, 2022થી શરૂ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 10 મે, 2022 રહેશે. આ ભરતી દ્વારા કુલ 2972 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

નિચે મુજબ ડિવિઝન/ વર્કશોપ પર કરવામાં આવશે ભરતી
Eastern Railway Recruitment 2022 હાવડા ડિવિઝન: 659 જગ્યાઓ, લીલુઆહ વર્કશોપ: 612 જગ્યાઓ, સિયાલદહ ડિવિઝન: 297 જગ્યાઓ, કાંચરાપારા વર્કશોપ: 187 જગ્યાઓ, માલદા ડિવિઝન: 138 જગ્યાઓ, આસનસોલ ડિવિઝન: 412 જગ્યાઓ,જમાલપુર વર્કશોપ: 667 જગ્યાઓ.
Eastern Railway Recruitment 2022
જગ્યા | 2972 |
શૈક્ષણિક લાયકાત | 10 પાસ + સંબંધિત ટ્રેડમાં સર્ટિફિકેટ |
પસંદગી પ્રક્રિયા | ટ્રેડના મેરિટના આધારે |
અરજી ફી | બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC/ ST/ PWBD/ મહિલા ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. |
અરજી કરવાની અંતિમ તારીખ | 10-5-2022 |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત
તો મિત્રો આ Eastern Railway Recruitment 2022 માટે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10+2 હેઠળ) પરીક્ષા સિસ્ટમ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને ITI NCVT/SCVT દ્વારા જારી કરાયેલ સૂચિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફીકેટ પણ હોવું જોઈએ.
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), શીટ મેટલ વર્કર, લાઇનમેન, વાયરમેન, કાર્પેન્ટર અને પેઇન્ટર (જનરલ) પોસ્ટ્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માન્ય શાળામાંથી 8મું ધોરણ પાસ અને NCVT/SCVT દ્વારા જારી કરાયેલ સૂચિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફીકેટ જરૂરી છે.
કઇ રીતે કરવામાં આવશે પસંદગી?
Eastern Railway Recruitment 2022 પૂર્વ રેલ્વેના એક યુનિટના તાલીમ સ્લોટ માટે ઉમેદવારની પસંદગી આ પોસ્ટ માટે અરજી કરેલા તમામ ઉમેદવારો પરથી તૈયાર કરેલ મેરિટના આધારે કરવામાં આવશે.
Eastern Railway Recruitment 2022 : ઈસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ સેલ (ERRC) દ્વારા 2972 એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત 11-4-2022 થી થશે. જાણો શૈક્ષણીક લાયકાત
Eastern Railway Recruitment 2022 અરજી ફી કેટલી રહેશે એપ્લિકેશન ફી
બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC/ ST/ PWBD/ મહિલા ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
કઇ રીતે કરશો આ પોસ્ટ્સ માટે અરજી?
રસ ધરાવતા ઉમેદવારો rrcer.com પર રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ દ્વારા પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારે જે-તે પોસ્ટ માટે અરજી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ પોતાની પાસે જરૂર રાખવી. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
Pingback: GVK EMRI Recruitment 2022 | Digital Gujarat